Kajal Mehta | Writer
Hey! So Glad You're Here, It's About Me
હું કાજલ મહેતા છું અને અમારા પોતાના પારિવારિક વ્યવસાયમાં વ્યસ્ત છું.
મને સારા પુસ્તકો વાંચવાનો અને તેમજ જીવનમાં થતાં અનુભવો લખવાનો શોખ છે. ઈ.સ. ૨૦૧૫થી, હું કપોળ મિત્ર, કપોળ દર્પણ, બાગબાન જેવા સામયિકો માં, સમાજમાં કાર્યરત વ્યવસાયિકો, લેખકો તેમજ ખ્યાતનામ વ્યક્તિઓ વિષે લેખો, તેમના વક્તવ્ય અને વાર્તાલાપ વગેરે નિયમિત લખી રહી છું. આ રીતે હું એક લેખિકા તરીકે ઓળખાણ પામી છું.
મારા વિષે...પ્રામાણિકતાથી કહું તો, મેં હજુ લખવાની શરુઆત કરી છે, અને સાહિત્ય જગતના વિદ્વાન સર્જકોની સામે, હું લેખક પણ ન ગણી શકાંઉ. હું તો મારી ઈચ્છા અને અપેક્ષાઓ ને પ્રમાણિકપણે મારા લખાણો દ્વારા રજુ કરવાના પ્રયાસ કરી રહી છું. હું, મૌલિક, પરિવર્તનશીલ અને ઉચ્ચ મુલ્યો ધરાવતું લખવા માંગું છું, જે દરેક ઉંમરની વ્યક્તિ ને વાંચવું અને અપનાવવું ગમે.
મને જણાવતા આનંદ થાય છે કે, મારા ઘણા બધા મિત્રોને મારા લખાણ ગમે છે, અને નિયમિત મોકલવા કહે છે. જેઓએ મને મારો, બ્લોગ અને વેબસાઈટ બનાવવા માટે પ્રોત્સાહિત કરી, જેથી હું મારા પ્રેરણાત્મક લખાણ દ્વારા વઘુ લોકો સુધી પહોંચી શકું, અને તે માધ્યમથી અનેક લોકોના પથદર્શક બની, સમાજ સેવા કર્યા નો સંતોષ માની શકું. એક વ્યાવસાયિક સ્ત્રી તરીકે, મેં ક્યારેય ધાર્યું ન્હોતું કે હું મારો બ્લોગ અને વેબસાઈટ બનાવી શકીશ.
મારું માનવું છે કે, "મળ્યો છે દેહ માનવ નો તો ધૂપસળી થાજો, સુગંધ અન્યને દેજો, તમે જાતે બળી જજો"
આશા રાખું છું કે, સાહિત્ય અને ભાષા વિષે જે પણ મારી અલ્પ સમજ છે, તે દ્વારા મારા લેખન ના માધ્યમથી, સમાજ સેવા કરવાના, મારા આ પ્રયાસને આપ વધાવશો.